ડાંગમાં રાજ્યપાલના લોકસંવાદમાં ખેતીવાડી વિભાગની પોલ ખુલી

Featured Video Play Icon
Spread the love

ડાંગમાં રાજ્યપાલના લોકસંવાદમાં ખેતીવાડી વિભાગની પોલ ખુલી
પ્રાકૃતિક ખેતીના નામે માત્ર કાગળ પર કામગીરીનો પર્દાફાશ
રાજ્યપાલે અધિકારીઓને જાહેરમાં લગાવી ફટકાર

ડાંગ જિલ્લામાં આયોજિત લોકસંવાદ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેતીવાડી અને બાગાયત વિભાગની પોલ ખોલી નાખતા અધિકારીઓને જાહેરમાં ખખડાવ્યા હતા.

ડાંગ જિલ્લામાં આયોજિત લોકસંવાદ કાર્યક્રમમાં કલેક્ટર અને ધારાસભ્યની હાજરીમાં રાજ્યપાલે જ્યારે ખેડૂતોને ‘જીવામૃત’ વિશે પૂછ્યું ત્યારે ખેડૂતો સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા, જેનાથી સ્પષ્ટ થયું કે તંત્ર દ્વારા ખેડૂતોને યોગ્ય તાલીમ આપવામાં ઘોર બેદરકારી દાખવવામાં આવી છે. રાજ્યપાલે ટ્રેનિંગમાં મોટી ગડબડ હોવાનું જણાવી નારાજગી વ્યક્ત કરી હતી અને DDO ને ઉદ્દેશીને આ વિભાગ નબળો હોવાનું ટાંક્યું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેતીવાડી અને બાગાયત વિભાગની પોલ ખોલી નાખતા અધિકારીઓને જાહેરમાં ખખડાવ્યા હતા. તેમણે કડક ચેતવણી આપતા આદેશ કર્યો કે એક સપ્તાહમાં તમામ કૃષિ સહાયકો અને ખેડૂતોને લેખિત તાલીમ આપવામાં આવે, અને જો કામગીરીમાં સુધારો નહીં આવે તો જવાબદાર અધિકારીઓની બદલી કરી તેમની જગ્યાએ સક્ષમ લોકોને લેવામાં આવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *