સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો

Featured Video Play Icon
Spread the love

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો
અંતિમ દિવસે બારડોલી સહિત સમગ્ર સુરત જિલ્લામાં ફોર્મ ભરવા ઘસારો
ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ પોતપોતાની દાવેદારી નોંધાવી

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે બારડોલી સહિત સમગ્ર સુરત જિલ્લામાં ઉમેદવારો અને કાર્યકરોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. શક્તિ પ્રદર્શન અને વિજયના વિશ્વાસ સાથે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ પોતપોતાની દાવેદારી નોંધાવી છે.

સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ને લઈ આજે સુરત જિલ્લા ના બારડોલી ખાતે પણ ઉમેદવારી પત્રકો ભરવાની કામગીરી કરવામાં આવી હતી. બારડોલી નગરપાલિકા અને તાલુકા પંચાયત માટે આજે વહેલી સવારથી જ રાજકીય ગતિવિધિઓ તેજ બની હતી. બારડોલી નગરપાલિકાના કુલ 9 વોર્ડની 36 બેઠકો માટે બારડોલી પ્રાંત કચેરી ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસના તમામ ઉમેદવારોએ પોતપોતાના સમર્થકો સાથે ફોર્મ જમા કરાવ્યા હતા. નોંધનીય છે કે બારડોલી નગરપાલિકામાં આ વખતે 41 હજારથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરવાના છે.

બારડોલી તાલુકા પંચાયતની 22 બેઠકો માટે મામલતદાર કચેરી ખાતે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. સુરત જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આંકડાઓ ખૂબ જ રસપ્રદ છે. જિલ્લા પંચાયતની કુલ 39 બેઠકો પર પ્રતિષ્ઠાનો જંગ ખેલાશે. આજની પ્રક્રિયા બાદ હવે ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થશે કે મેદાનમાં કેટલા ઉમેદવારો બાકી રહે છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *