સુરત : પાકિસ્તાની મહોલ્લાનુ નામ બદલાયું
પાકિસ્તાન મહોલ્લાનુ નામ બદલી હિન્દુસ્તાન મહોલ્લો કરાયો
ધારાસભ્ય પુર્ણેશ મોદીના હસ્તે અનાવરણ કરાયુ
સુરતના રાંદેર ખાતે આવેલ રામનગરના પાકિસ્તાની મહોલ્લાનુ નામ બદલી હિન્દુસ્તાન મહોલ્લા કરાયુ હતું.
સુરત મહાનગર પાલિકાની સાંસ્કૃતિક સમિતિને 8 ઓક્ટોબર 2018ના રોજ રાંદેર રામનગર ખાતે આવેલ પાકિસ્તાન મહોલ્લાનુ નામ બદલવા પત્ર લખી રજુઆત કરાઈ હતી. સ્થાનિકોની માંગણીને લઈ કરાયેલી રજુઆત બાદ સુરત મહાનગર પાલિકાની સંસ્કૃતિક સમિતિએ રામનગરના પાકિસ્તાન મહોલ્લાનુ નામ બદલી હિન્દુસ્તાન મહોલ્લો કર્યો હતો. જેને લઈ પાકિસ્તાન મહોલ્લાનુ નામ બદલી હિન્દુસ્તાન મહોલ્લો કરાયો હોય જે તકતીનુ ધારાસભ્ય પુર્ણેશ મોદીના હસ્તે અનાવરણ કરાયુ હતું.
