પાલનપુર શ્રાવણમાં હર ઘર ગંગાજળ અભિયાનની ભવ્ય શરૂઆત

Featured Video Play Icon
Spread the love

પાલનપુર શ્રાવણમાં હર ઘર ગંગાજળ અભિયાનની ભવ્ય શરૂઆત
શ્રાવણ માસના પાવન પ્રારંભે ‘હર ઘર ગંગાજળ’ અભિયાનનું લોકાર્પણ
હરદ્વારથી લાવાયેલ 700 લીટરથી વધુ પવિત્ર ગંગાજળનું વિતરણ
મહાદેવના દર્શને આવતા ભક્તોને મંદિર ખાતે ગંગાજળ વિતરણ કરી ભક્તિ ભાવના વ્યક્ત

પાલનપુરમાં શ્રાવણ માસના પહેલા જ સોમવારે લક્ષ્મણ ટેકરી પાસે આવેલા મહાદેવના મંદિરે હર ઘર ગંગા જલ અભિયાન અંતર્ગત સેવાભાવી યુવકે મહાદેવના મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોને ગંગાજળ આપી ખુશી વ્યક્ત કરી હતી

પાલનપુરની લક્ષ્મણ ટેકરી પાસે આવેલા મહાદેવના મંદિરમાં વહેલી સવારથી જ઼ પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે ભક્તો દ્વારા મહાદેવના મંદિરે બિલિપત્ર ચડાવી અને જળાભિષેક કરી શિવજીની પૂજા અર્ચના કરવા મોટી સંખ્યામાં શિવ ભક્તો પૂજા કરવા આવે છે ત્યારે હર ઘર ગંગાજળ અભિયાન અંતર્ગત સેવાભાવી કમલેશભાઈ શાહે હરદ્વાર થી ગંગાજલ લાવી દરેક લોકોના ઘરે પવિત્ર ગંગાજળ મળી રહે તે અભિયાનની શરૂઆત કરી છે જોકે કમલેશભાઈ જણાવ્યું હતું કે હરદ્વાર થી ગંગાજળ લાવી શરૂઆતમાં પાલનપુર આબુરોડ સહિત અનેક વિસ્તારોમાં હર ઘર ગંગાજળનો કાર્યક્રમ કરી નિઃશુલ્ક ગંગાજળ વિતરણ કરવામાં આવ્યું છે જોકે કમલેશભાઈએ કહ્યું હતુ કે આખા ઉત્તર ગુજરાતમાં દરેક ઘર પવિત્ર ગંગાજળ મળી રહે તેવું અભિયાન શરૂ કર્યું છે ત્યારે અત્યાર સુધીમાં 700 લીટર થી વધુ હરદ્વાર થી ગંગાજળ લાવી દરેક લોકોના ઘરે મફતમાં ગંગાજળ મળી રહે તે માટે પોતાના મોબાઈલ નંબર પર ફોન કરવાથી સમયસર પવિત્ર ગંગાજળ મળી રહે તેવું પણ આયોજન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *