સુરતમાં “બી પ્લસ ટૉક્સ”નું પ્રથમ સંસ્કરણ ભવ્ય રીતે યોજાયું
પ્રેરણાદાયક વક્તાઓએ રજૂ કર્યા પરિવર્તન લાવનારા વિચારો
સુરત શહેરમાં પ્રથમ વખત આયોજિત “બી પ્લસ ટૉક્સ” કાર્યક્રમને વિશાળ પ્રતિસાદ મળ્યો હતો.
સુરતમાં “Talks That Transform” થીમ સાથે યોજાયેલા “બી પ્લસ ટૉક્સ”નું પ્રથમ સંસ્કરણ ભવ્ય રીતે યોજાયું; પ્રેરણાદાયક વક્તાઓએ રજૂ કર્યા પરિવર્તન લાવનારા વિચારો, શહેરમાં પ્રથમ વખત આયોજિત “બી પ્લસ ટૉક્સ” કાર્યક્રમને વિશાળ પ્રતિસાદ મળ્યો હતો. “Talks That Transform” થીમ સાથે યોજાયેલા આ પ્રેરણાદાયક ઇવેન્ટમાં દેશ-વિદેશમાં પોતાનો પ્રભાવ જમાવનાર પ્રતિષ્ઠિત વક્તાઓ અને ઉદ્યોગના આગેવણી વ્યક્તિઓએ ઉપસ્થિતિ દર્શાવી હતી. કાર્યક્રમનું મુખ્ય ધ્યેય યુવાનો, ઉદ્યોગકારો અને સામાન્ય નાગરિકોમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો હતો. પ્રખ્યાત વક્તાઓની હાજરીથી કાર્યક્રમમાં ઉમટ્યો ઉત્સાહ અને કાર્યક્રમમાં જાણીતા વક્તાઓએ 17 મિનિટના શક્તિશાળી સત્રો લઈને પોતાનો અનુભવ શેર કર્યો, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસી, એલપિનો હેલ્થ ફૂડ્સ પ્રા. લિનાઉમેશ ગજેરા, મિસ યુનિવર્સ એશિયા મૌના શાહ, હેલ્પડ્રાઈવ ફાઉન્ડેશનના તરુણ મિશ્રા, ટૅપરઝ ડાન્સ સ્કૂલના શ્રદ્ધા શાહ, અને વનવિલ કન્સલ્ટિંગ ગ્રૂપના ડૉ. મીનુ રાઠૌર જેવા વક્તાઓએ જીવનમાં પડકારો, જીવનનું હેતુ, નેતૃત્વ, માનવ સેવા, કાર્યશિસ્ત અને જાત-વિકાસ જેવા મહત્વપૂર્ણ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા
વાસ્તવિક જીવનકથાઓ અને અનુભવોએ ઉપસ્થિત લોકોને પ્રેરણાની નવી દિશા આપી. કાર્યક્રમની સફળતા પાછળ શહેરના વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોની એક સશક્ત ટીમનું યોગદાન રહ્યું. ટીમમાં સમાવેશ થાય છે, ટીમના સભ્યોની યોજનાબદ્ધ કામગીરી, ટેકનિકલ તૈયારી અને સંકલનને કારણે આ કાર્યક્રમને “યાદગાર સફળતા” તરીકે પ્રતિષ્ઠા મળી.પ્રેરણાદાયક ઇવેન્ટમાં દેશ-વિદેશમાં પોતાનો પ્રભાવ જમાવનાર પ્રતિષ્ઠિત વક્તાઓ અને ઉદ્યોગના આગેવણી વ્યક્તિઓએ ઉપસ્થિતિ દર્શાવી હતી. કાર્યક્રમનું મુખ્ય ધ્યેય યુવાનો, ઉદ્યોગકારો અને સામાન્ય નાગરિકોમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો હતો.
