સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પરિવારને ભારે હાલાકી

Featured Video Play Icon
Spread the love

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પરિવારને ભારે હાલાકી
સાત વર્ષના ઈજાગ્રસ્ત બાળકને માતા-પિતા ઉંચકી
વ્હીલચેર ન મળતા પરિવારને ભારે હાલાકી

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સાત વર્ષના ઈજાગ્રસ્ત બાળકને માતા-પિતા ઉંચકીને હોસ્પિટલમાં આમ તેમ ફરતા જોવા મળતા ચકચાર મચી ગઈ છે. બાળક માટે હોસ્પિટલમાં વ્હીલચેર ન મળતા પરિવારને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાંમાં આવી છે. વાત એમ છે કે ઈજાગ્રસ્ત 7 વર્ષના બાળકને માતા-પિતાએ ઉંચકી હોસ્પિટલમાં ફરવું પડ્યું હતું. કારણ કે હોસ્પિટલમાં વ્હીલચેર ન મળતા પરિવારને ભારે હાલાકી થઈ હતી. સ્ટાફે ચેર આપવાની પણ ન મદદ કરી ન હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં બાળકની સારવાર પહેલા જ દર્દી પરિવાર પરેશાન થયુ હોય જેને લઈ સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે ફરી પ્રશ્નો ઉભા થયા છે. દર્દીઓ માટેની મૂળભૂત સુવિધાઓનો નવી સિવિલ હોસ્પિટલમાં અભાવ હોવાની ચર્ચા જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *