બગસરામાં ગણપતિ ઉત્સવ નિમિત્તે અનકોટનું આયોજન ભક્તોએ દર્શન કર્યા
દર વર્ષની જેમ આ વર્ષે પણ જીનપરા યુવા ગ્રુપ દ્વારા ઉત્સવનું આયોજન કરાયું
ભાવિ ભક્તોએ ગણેશજીના અનકોટના દર્શન કરી ધન્યતા અનુભવી
બગસરા શહેરમાં જીનપરા વિસ્તારમા ગણપતિ ઉત્સવ અંતર્ગત ભવ્ય ગણેશજીને અનકોટ દર્શન ખુલ્લા મુકતા ભાવી ભક્તોએ અનકોટના દર્શન કરી ધન્યતા અનુભવી દરરોજ અવનવા ધાર્મિક કાર્યક્રમોનુ પણ આયોજન કરવામાં આવેલ..
અમરેલીના બગસરા શહેરમાં જીનપરા વિસ્તારમા ગણપતિ ઉત્સવ નિમિત્તે ગણેશજીને ભવ્ય અનકોટ ઘરવામા આવ્યો દર વર્ષની માફક આ વર્ષે પણ જીનપરા યુવા ગુપ દ્વારા ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગણેશજીના અનકોટના દર્શન પુજા અર્ચના મહા આરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું સ્વામીનારાયણ મંદિરના વિવેક સ્વામી સહિત ભાવિ ભક્તોએ ગણેશજીના અનકોટના દર્શન કરી ધન્યતા અનુભવી ગણપતિ દાદાને દરરોજ અવનવા પ્રસાદ ધરવામાં આવે છે સાથે ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મહા આરતી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી છે
