સુરતમાં ફરાર આરોપી ઝડપાયો
પોલીસે આરોપીને વલસાડથી ઝડપ્યો
કમલેશ રામેશ્વર જાદવની ધરપકડ
હત્યાના ગુનામાં આજીવન કેદની સજામાં સુરત લાજપોર જેલમાંથી પોરેલો રજા લઈ ભાગી છુટેલા આરોપીને ત્રણ વર્ષે વલસાડથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે વર્ષ 2004માં દમણમાં એકની હત્યા કરવાના ગુનામાં ઝડપાયા બાદ આજીવન કેદની સજા પામેલો આરોપી કમલેશ રામેશ્વર જાદવ ત્રણ વર્ષ અગાઉ પેરોલ રજા લઈ ભાગી છુટ્યો હતો જે ને બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે વલસાડના વાપી રેલ્વે સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો લાજપોર જેલને સોંપવાની કામગીરી હાથ ધરી હતી.
