માંડવી જૂની પોલીસ લાઈન ખાતે શ્રી સાંઈદીપ મંદિરનો 25મો પાટોત્સવ ઉજવાશે!
દીપકભાઈ વરસાડે દ્વારા બહેનોને 80 સાડીઓ વિનામૂલ્યે વિતરણ કરાઈ
માંડવી જુની પોલીસ લાઈન ખાતે શ્રી સાંઈદીપ મંદિર નો 25 મો પાટોત્સવ ઉજવાશે. જે નિમિત્તે દીપકભાઈ વરસાડે દ્વારા આંબાપારડી ની બહેનો તથા અન્ય બહેનોને 80 સાડીઓ વિનામૂલ્યે વિતરણ કરાય.
માંડવી નગરમાં આવેલ જૂની પોલીસ લાઈન ખાતે સાઈ દીપ મંદિરે 25 મો પાટોત્સવ તારીખ 17 8 2025 ના રોજ ઉજવાશે. જે નિમિત્તે મંદિરના પૂજારી દિપકભાઈ વરસાડે દ્વારા આંબા પારડીની બહેનો શકુંતલાબેન ચૌધરી તથા તારાબેન ચૌધરી તેમજ અન્ય બહેનોને 100 જેટલીસાડીઓ શોભાયાત્રામાં પહેરવા માટે આજરોજ વિનામૂલ્ય અર્પણ કરવામાં આવી હતી. જેમાં પાવન પ્રસંગો 17 8 2025 ના રોજ સવારે 7:00 કલાકે ગુજરાતના તેમજ 10 કલાકે મંદિરથી શોભા યાત્રા આખા નગરમાં બેન્ડવાજા ના સથવારે ફેરવવામાં આવશે. તેમજ બપોરે 12:15 કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે જેથી માંડવી તાલુકા તથા નગરના ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં લાભ લેવા વિનંતી
