સુરતના લિંબાયતમાં તસ્કરોનો આતંક
ડુંભાલ ટેનામેન્ટમાં બુટ – ચપ્પલની ચોરી
વારંવાર ચોરીની ઘટનાથી લોકોમાં રોષ
ચપ્પલ ચોરનાર સીસીટીવીમાં પણ કેદ
સુરતમાં ચપ્પલ ચોરીનો આતંક ફરી સામે આવે છે. તો લિંબાયત ડુંભાલ ટેનામેન્ટમાં ચપ્પલ ચોરનાર સીસીટીવીમાં પણ કેદ થયો છે.
સુરતમાં રોજેરોજ ચોરીના બનાવો બને છે ત્યારે હવે તો બુટ ચપ્પલ ચોરીની ઘટના પણ સામે આવી રહી છે. સુરતના લિંબાયત ખાતે આવેલ ડુંભાલ ટેનામેન્ટમાં ચપ્પલની ચોરી થઈ હતી. ટેનામેન્ટમાં વારંવાર ચપ્પલ ચોરીની ઘટના બની હોય જેને લઈ સ્થાનિકોએ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા જેમાં ચપ્પલ ચોર કેદ થઈ ગયો હતો. હાલ તો આ વિડીયો વાયરલ થયો છે.
