સુરતની ઉત્રાણ પોલીસ દ્વારા તેરા તુજ કો અર્પણ
સોનાનુ બ્રેસલેટ શોધી કાઢી મુળ માલિકને સોંપાયું
સીસીટીવી સહિતની તપાસ કર્યા બાદ સોનાનુ બ્રેસલેટ શોધ્યું
સુરતની ઉત્રાણ પોલીસ દ્વારા તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પડી ગયેલુ સોનાનુ બ્રેસલેટ શોધી કાઢી મુળ માલિકને સોંપતા પોલીસનો આભાર વ્યક્ત કરાયો હતો.
સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત, સંયુકત પોલીસ કમિશ્રનર ડામોર, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશ્નનર આહિર દ્વારા નાગરીકોની મિલકત સલામત રાખવી અને ખોવાયેલ ચીજવસ્તુ માલીકને પરત અપાવવીએ પોલીસ તંત્રની પ્રાથમિકતા છે તેમ કહી તેરા તુજકો અર્પણ જેવા હિતકારક કાર્યક્રમો દ્વારા લોકોની વિશ્વસનીયતા અને સુરક્ષા માટે સતત કાર્યરત રહેવા સુચનાઓ આપી હોય જેને લઈ પીઆઈ પઢેરીયા અને પટેલની ટીમ પીએસઆઈ ધાધલના માર્ગદર્શન હેઠલ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ મથકમાં જયેશ આહિર નામનો ઈસમ આવ્યો હતો અને પોતાનો ઉત્રાણ રંગોલી ચોકડી પાસે સોનાનુ બ્રેસલેટ પઢી ગયુ હોવાનુ કહેતા અપોકો ઈન્દ્રજીતસિંહ અને મેહુલએ ત્વરિત તપાસ હાથ ધરી અલગ અલગ સીસીટીવી સહિતની તપાસ કર્યા બાદ સોનાનુ બ્રેસલેટ શોધી મુલ માલિકને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પરત કરતા તેઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
