પાટણ પોલીસ વાન પર હુમલો કરનારાઓ પર તવાઈ

Featured Video Play Icon
Spread the love

પાટણ પોલીસ વાન પર હુમલો કરનારાઓ પર તવાઈ
ચાણસ્મામાં ગેરકાયદેસર ફાર્મ હાઉસ પર બુલડોઝર સ્ટ્રાઈક
મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારી પર તવાઈ

પાટણના ચાણસ્મામાં પોલીસ વાન પર હુમલાના કેસમાં કુખ્યાત આરોપીના ગેરકાયદેસર ફાર્મહાઉસ પર બુલડોઝર ફેરવ્યું છે. ઝીલિયા ફાર્મહાઉસ અને પોલીસ વાન ઉપર થયેલા હુમલાના કેસમાં પોલીસે ભાવેશ રબારીએ ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે ફાર્મહાઉસ બનાવ્યું હતું.

પાટણમાં મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારીના ફાર્મહાઉસ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. ચાણસ્મા વહીવટી વિભાગ દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે ફાર્મ હાઉસ પર ટોળાએ તરખાટ મચાવ્યો હતો. હથિયારો સાથે તોડફોડ કરી આતંક મચાવનાર ટોળકીના 18 શખસોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ટોળાના કારણે પોલીસે પણ 112 જનરક્ષક ગાડીઓ લઈને ભાગવું પડ્યું હતું. મંદિરના ફાળા બાબતે થયેલી જૂની અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે પકડાયેલા શખસોનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.

પાટણના ઝીલીયામાં પોલીસ પર હુમલો કરનારાની સરભરા કરાઈ હતી. ઝીલીયા ગામે કેટલાક શખ્સોએ પોલીસ વાહનમાં તોડફોડ કરી હતી. ચાણસ્માના ઝીલિયા ગામે મોડી રાત્રે આ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. ધાર્મિક સ્થળ પર કબજાના વિવાદ મામલે મામલો બિચક્યો હતો, જેમાં પોલીસ પર કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુલમાખોરોનાં ટોળાએ લાકડી અને ધોકા સાથે એક ઘર પર તૂટી પડ્યું હતું. હુમલાખોરોએ પોલીસની 112 વાન પર પણ હુમલો કર્યો હતો. આ મામલે પાટણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા અને આજે સરાજાહેર મેથીપાક ચખાડ્યો હતો અને કાયદાનું ભાન કરાવ્યું હતું…….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *