તાપીની લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસે ઇગ્લીશ દારૂનો જથ્થો પડકયો

Featured Video Play Icon
Spread the love

તાપીની લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસે ઇગ્લીશ દારૂનો જથ્થો પડકયો
આરોપી અજયકુમાર પતારામ થોરીને ઝડપ્યો

આઇસર ટેમ્પોમાં પ્રોહીબિશનના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડતી તાપીની લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસ

આજરોજ ડી.એસ.ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર, પો.ઇન્સ. એન.જી.પાંચાણી, એલ.સી.બી. તાપી નાઓની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકેલ હતા, જે નાઇટ રાઉન્ટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના એ.એસ.આઇ બીપીનભાઇ રમેશભાઇનાઓને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર તરફથી એક આઇસર ટેમ્પો નં.GJ-23-AT-9598 જે દારૂ ભરી આવે છે એમ બાતમી આધારે સોનગઢ તાલુકાના માંડળ ટોલનાકા ખાતેથી ને.હા.ન.૫૩ સોનગઢથી વ્યારા તરફ જતા રોડ ઉપર સોનગઢ તરફથી આવતા વાહનોના રજીસ્ટ્રેશન નંબર આધારે વોચમાં હતા દરમ્યાન ટેમ્પો ઉભો રખાવી ટેમ્પામાં મુકેલ સિલ્વર કલરનુ લોખંડ/પતરાનુ બોક્ષ બાબતે પુછપરછ કરતા સદર વાહન ચાલકે સદર ટેમ્પામાં મુકેલ બોક્ષમાં કંઇ ભરેલ નથી તે વોટર કુલીંગ મશીન છે તેમ જણાવાયું હતું, જેમા આઇસર ટેમ્પાના ચાલકને વધુ પુછપરછ કરતા આઇસર ટેમ્પામાં મુકેલ બોક્ષમાં ઇગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હોવાની કબુલાત કરતા હોય આરોપી અજયકુમાર પતારામ થોરીના પોતાના કબજાનો એક મરૂન કલરનો આઇસર ટેમ્પો જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-23- AT-9598 મળી કુલ્લે ૮૧,૮૧,૦૮૦/- નો મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપી વિરૂધ્ધમાં પ્રોહી કલમ- મુજબ તથા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ મુજબની કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ હતું….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *