દાહોદ નગરપાલિકાનું ‘સરપ્રાઈઝ મેગા ઓપરેશન’
ગંદકી અને દબાણ કરનારાઓમાં ફફડાટ,
નિયમોનું ઉલ્લંઘન કરતી હોટલોને લપેટામાં લીધી
સ્માર્ટ રોડની ફૂટપાથ રોકીને બેસતા લારી-ગલ્લાના દબાણો
હોદ નગરપાલિકાનું ‘સરપ્રાઈઝ મેગા ઓપરેશન’ દાહોદમાં પાલિકા તંત્રનો સપાટો: ગંદકી અને દબાણ કરનારાઓમાં ફફડાટ, અનેક હોટલો સીલ કરી દાહોદના સ્ટેશન રોડ પર નગરપાલિકાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. નાગરિકોની ફરિયાદોને ધ્યાને લઈ તંત્રએ ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું અને નિયમોનું ઉલ્લંઘન કરતી હોટલોને લપેટામાં લીધી હતી. ગંદકી ફેલાવતા અને ફૂટપાથ રોકનારા તત્વો સામે પણ લાલ આંખ કરવામાં આવી છે.
દાહોદના સ્ટેશન રોડ પર નગર પાલિકાની ફૂડ વિભાગ અને દબાણ વિભાગની ટીમોએ વહેલી સવારથી જ સ્ટેશન રોડ પર ધામા નાખ્યા હતા. વારંવારની ચેતવણી છતાં હોટલ માલિકો દ્વારા ભૂગર્ભ ગટરમાં એઠવાડ નાખવાની કરતૂત સામે આવતા, તંત્રએ કડક હાથે કામ લીધું છે. *જેમાં પાલિકાની ટિમોએ ૭ દુકાનો સીલ કરી હતી, જેમાં ૪ નોનવેજ અને ૩ વેજ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. ત્યારે સ્માર્ટ રોડની ફૂટપાથ રોકીને બેસતા લારી-ગલ્લાના દબાણો પણ હટાવી લેવાયા હતા. સાથેજ ફુથપાથ પર ગંદકી કરતા અને પેવર બ્લોક અને રોડ પર ગંદકી ફેલાવનારાઓ સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં નગરપાલિકાના મુખ્ય અધિકારીએ જણાવ્યું હતુંકે નગરજનોની લાંબા સમયની ફરિયાદ હતી કે, ચાઈનીઝ અને નોનવેજની લારીઓ પરથી નીકળતો વઘારનો ધુમાડો રસ્તે ચાલતા નાગરિકોની આંખોમાં બળતરા પેદા કરતો હતો. તેમની ફરિયાદના આધારે પણ કાર્યવાહી કરવામાં આવી છે
આ બાબતને ગંભીરતાથી લઈ નગરપાલિકાએ ‘બાંહેધરી નહીં, તો વેપાર નહીં’નો સ્પષ્ટ સંદેશો આપ્યો છે. સાથેજ પાલિકાના મુખ્ય અધિકારી દ્રારા જણાવાયું હતુંકે નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓને સાંખી લેવામાં આવશે નહીં. જ્યાં સુધી સ્વચ્છતાની લેખિત બાંહેધરી નહીં મળે, ત્યાં સુધી આ એકમો ખોલવા દેવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ સતત ચાલુ રહેશે.” તંત્રની આ આકરી કાર્યવાહીથી શહેરના હોટલ સંચાલકો અને લારી-ગલ્લા ધારકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. સ્માર્ટ સિટી દાહોદને સ્વચ્છ અને ટ્રાફિક મુક્ત રાખવા માટે પાલિકાએ કમર કસી લીધી છે. હવે જોવાનું એ રહેશે કે વેપારીઓ ક્યારે સુધરે છે.દાહોદ પાલિકા એક્શન મોડમાં આવતા ધુમાડો અને ગંદકી ફેલાવતી ૭ દુકાનોને તાળા મારી સીલ કરી દેવાની કાર્યવાહી કરાઈ છે….
