સુરેન્દ્રનગર બે ખેતરોમાં લીલા ગાંજાના વાવેતરનો પર્દાફાશ
એસઓજીને 670 લીલા ગાંજાના છોડ મળી મળી આવ્યા
અંદાજે 18 કરોડ આસપાસ આંકવામાં આવ્યો
સુરેન્દ્રનગરમાં પોલીસે કસવાળી ગામની સીમમાં દરોડા પાડીને ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો છે.
સુરેન્દ્રનગરમાં બે અલગ અલગ ખેતરમાં તુવેર, કપાસ અને એરંડાના પાકની વચ્ચે ગાંજાનું વાવેતર પકડીને નવા વર્ષનું મુહૂર્ત કર્યું છે. SOG અને ધજાળા પોલીસ દ્વારા કરવામાં આવેલા દરોડામાં કુલ 670 લીલા ગાંજાના છોડ મળી આવ્યા છે. જેનું વજન સાડા ત્રણ હજાર કિલોથી વધુ છે. જેની કિંમત અંદાજે 18 કરોડ આસપાસ આંકવામાં આવી છે. સમગ્ર મામલે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
બાતમીના આધારે સુરેન્દ્રનગર જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ તથા ધજાળા પોલીસ દ્વારા કરાયેલ બે અલગ અલગ દરોડામાં કસવાળીના બે ખેતરોમાંથી ખેત પાકોની આડમાં વાવેલા મબલક કહી શકાય તેવા ગાંજાના વાવેતર નો પર્દાફાશ થતા ચકચાર મચી જવા પામી છે. એક જ ગામની સીમમાં અલગ અલગ બે જગ્યાએ કરેલા ગાંજાના મોટા વાવેતર ઝડપાવાના મામલે પોલીસ દ્વારા બે ઇસમો વિરૂધ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરતા ફરી એક વખત નશાના કાળા કારોબારનો પર્દાફાશ થવા પામ્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
