સુરતની ઉમરા પોલીસે તોડફોડ કરી આતંક મચાવનારનું સરઘસ કાઢ્યું

Featured Video Play Icon
Spread the love

સુરતની ઉમરા પોલીસે તોડફોડ કરી આતંક મચાવનારનું સરઘસ કાઢ્યું
સુડા આવાસમાં ગેરકાયદેસર મંડળી રચી તોડફોડ કરી આતંક
રાજકુમાર સિંગ, શૈલેષ બારીયા, મયંક નરેશ રાઠોડ, શીવા નાહકનું સરઘસ

સુરતની ઉમરા પોલીસે સુડા આવાસમાં ગેરકાયદેસર મંડળી રચી તોડફોડ કરી આતંક મચાવનાર આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.

સુરતના ઉમરા પોલીસ મથકની હદમાં વેસુ ખાતે આવેલ ભારતીમૈયા સ્કુલની પાછળ સુડા આવાસમાં ગેરકાયદે મંડળી રચી તોડફોડ કરનાર અસામાજિક તત્વોનો આતંક છવાયો હોય જે મામલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંદાઈ હતી. તો બીજી તરફ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર નિધિ ઠાકુર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એમજી ચૌધરીની ટીમ પીએસઆઈ બીડી વાઘના માર્ગદર્શન હેઠળ તપાસમાં જોડાઈ હતી અને એએસઆઈ ક્રિષ્નાબેન તથા અપોકો હરેશભાઈને મળેલી બાતમીના આધારે આતંક મચાવનાર આરોપીઓ રાજકુમાર સિંગ, શૈલેષ બારીયા, મયંક નરેશ રાઠોડ, શીવા સાનિયસ નાહકને ઝડપી પાડી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *