સુરતની પુણા પોલીસે મોબાઈલ સાથે રીઢાને ઝડપ્યો
રિક્ષા અને ચોરીના મોબાઈલ સાથે રીઢાને ઝડપ્યો
સુરતની પુણા પોલીસે રિક્ષા અને ચોરીના મોબાઈલ સાથે રીઢાને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, ખાસ પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર ઝોન 1 આલોક કુમાર તથા મદદનીશ પોલીસ કમિશનર દ્વારા વાહન ચોરીના ગુનાઓ અટકાવવા આપેલી સુચનાને લઈ પીઆઈ વીએમ દેસાઈની ટીમ પીએસઆઈ ડીકે બોરાણા અને પીએલ કલથિયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો હરિસિંહને મળેલી બાતમીના આધારે ચોરીની રિક્ષા અને ચેરીના મોબાઈલ સાથે રીઢા ચોરને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
