સુરતની મહિધરપુરા પોલીસે રીક્ષામાં ભુલાઈ ગયેલી બેગ શોધી

Featured Video Play Icon
Spread the love

સુરતની મહિધરપુરા પોલીસે રીક્ષામાં ભુલાઈ ગયેલી બેગ શોધી
અરજદારને તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત બેગ પરત કરાઈ

સુરતની મહિધરપુરા પોલીસે ઓટો રીક્ષામાં ભુલાઈ ગયેલી બેગ ગણતરીના કલાકોમાં શોધીને અરજદારને તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત કરાઈ હતી.

સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત તથા અધિક પોલીસ કમિશ્નર બલરામ મીણા તથા નાયબ પોલીસ કમિશ્નર રાધવ જૈન તથા મદદનીશ પોલીસ કમિશ્નર આરઆર આહીર નાઓએ પ્રજાજનને મદદરૂપ થઇ પ્રજાજનનાં પ્રશ્નોનુ ઉકેલ લાવવા સુચના આપી હોય ત્યારે 7મી એપ્રિલના રોજ પિયુષ શાહ હૈદરાબાદ ખાતે નોકરી સુતથી જઈ હ્યા હોય તયારે રેલ્વે સ્ટેશન પાસે રીક્ષામાંથી ઉતરતી વખતે તેઓ રિક્ષામાં બેગ ભુલી ગયા હતા જે અંગે મહિધરપુરા પોલીસ મથકે જઈ પોતાની આપવીતી કહેતા જ પીઆઈ ડીયુ બારડ તથા સેકન્ડ પીઆઈ યુજે જોષી ની સુચનાને લઈ પીઆઈ એસએ આસનાનીની ટીમના અહેકો પ્રતાપસિંહ તથા અપોકો હિતેષસિંહએ સમગ્ર માહિતી લઈ તપાસ હાથ ધરી 25 થી 30 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી ઓટો રીક્ષાની ઓળખ કરી રીક્ષામાં ભુલાઈ ગયેલ બેગ શોધી કાઢી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતગર્ત મુળ માલિક પિયુષ સુરેશ શાહને પરત કરતા તેઓ દ્વારા પોલીસનો આભાર વ્યક્ત કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *