સુરતની કાપોદ્રા પોલીસે નરાધમને ઝડપ્યો
5 વર્ષીય સગીરાનુ અપહરણ કરી બળાત્કાર
બળાત્કારી ચેતન ઉર્ફે કાનો હડેતરાની ધરપકડ
સુરતની કાપોદ્રા પોલીસે 15 વર્ષીય સગીરાનુ અપહરણ કરી જઈ બળાત્કાર ગુજારનાર નરાધમને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.
સુરતની કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાપોદ્રા વિસ્તારમાં રહેતા પરિવારની 15 વર્ષીય સગિરાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ લગ્નની લાલચ આપી નરાધમ સગીરાનુ અપહરણ કરી ગયો હતો અને ત્યારબાદ નરાધમે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. જો કે સગીરા ગુમ થતા પરિવારે તેના અપહરણની ફરિયાદ નોંધાવી હોય જેના આધારે કાપોદ્રા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ નરાધમ બળાત્કારી ચેતન ઉર્ફે કાનો હડેતરાની ધરપકડ કરી સગિરાને તેના ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી. તો પોલીસ તપાસમાં આરોપી ચેતન ઉર્ફે કાનો અગાઉ પણ કાપોદ્રા તથા વરાછા પોલીસમાં ઝડપાઈ ચુક્યો હોવાનુ સામે આવ્યુ છે.
