સુરતની રાંધેર પોલીસની પ્રસંશનીય કામગીરી
મહિલાનો ખોવાયેલો પર્સને પોલીસે કલાકોમાં શોધી કાઢ્યાં
પર્સ પરત મળતા મહિલાએ રાંદેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો
સુરતની રાંદેર પોલીસે એક મહિલાનો ખોવાયેલો પર્સ કલાકોમાં શોધી કાઢી તેને પરત કરતા મહિલાએ રાંદેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
સુરત પોલીસ ખરેખર પ્રજાની રક્ષક છે. અને આવા અનેક ઉદાહરણો આપણી સામે આવી ચુક્યા છે. ત્યારે હવે રાંદેર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. રાંદેર વિસ્તારમાં દાંડી રોડ પર રહેતી મહિલાનો 20 હજાર રૂપિયાની બુટ્ટી વાળો પર્સ ખોવાઈ ગયો હતો જે અંગે મહિલાએ પોલીસને જાણ કરતા રાંદેર પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી મહિલાનો પર્સ શોધી કાઢી તેમને પી.આઈ. ના હસ્તે પર્સ પરત અપાતા મહિલાએ રાંદેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
