સુરતની ભેસ્તાન પોલીસે રીઢા વાહન ચોરને ઝડપ્યો
ચોરને ઝડપી પાડી ચોરાયેલી મોપેડ કબ્જે કરી
સુરતની ભેસ્તાન પોલીસે રીઢા વાહન ચોરને ઝડપી પાડી ચોરાયેલી મોપેડ કબ્જે કરી હતી.
સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશન ઝોન 6 અને મદદનીશ પોલીસ કમિશનર જે ડીવીઝનની સુચનાથી ભેસ્તાન પી.આઈ. કે.પી. ગામેતીની ટીમના પીએસઆઈ જે.એમ. પટેલ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે અ.પો.કો. બ્રિજરાજસિંહ અને ધર્મેશ તથા જયને મળેલી બાતમીના આદારે રીઢા વાહન ચોર અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતા આરિફ ઉર્ફે લાલા પટેલને ભેસ્તાન સિધ્ધાર્થ નગર પાસેથી ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ મોપેડ કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
