સુરત : આત્મહત્યા નિવારણ હેલ્પલાઈન બની જીવન રક્ષક
25 દિવસમાં 308 કોલ મળ્યા, 54ના જીવ બચાવાયા
સુરત પોલીસ દ્વારા આપઘાત નિવારણ હેલ્પલાઈન શરૂ કરાઈ છે. અને ખાસ કરીને ધોરણ 10 તથા 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે આ હેલ્પલાઈન શરૂ રાઈ છે. તો આ હેલ્પલાઈન પર અત્યાર સુધી એટલે કે 25 દિવસમાં 308 કોલ મળ્યા હતા જેમાંથી 67 જીંદગી બચાવવામાં પોલીસને સફળતા મળી છે.
સુરત પોલીસની આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન સેવા જીવન રક્ષક બની છે. 25 દિવસમાં આત્મહત્યાનો પ્રયાસ કરનારા 54 થી વધુના પોલીસે જીવ બચાવ્યા છે. આત્મહત્યા નિવારણ હેલ્પલાઇનને 25 દિવસમાં 308 કોલ મળ્યા હતાં. 21 જૂનથી 14 જુલાઈ સુધી સુરત પોલીસને 308 કોલ આવ્યા હતા જેમાંથી 301 લોકોને પ્રોફેશનલ કાઉન્સિલિંગ આપવામાં આવ્યું હતું. તો 97 લોકોની સામે બેસાડી સમજાવ્યા હતાં. 54 લોકો તો આત્મહત્યા કરવાના પ્રયાસ સુધી પહોંચી ગયા હતા ને અંતિમ ઘડીએ જઈ બચાવી લેવાયા હતાં. જીવનમાં જુદા જુદા કારણો અને સમસ્યાથી હતાશ થઈ આપઘાત કરનારનો નિર્ણય બદલવામાં સુરત પોલીસ ઉત્તમ માધ્યમ બની છે.
