સુરત : વિદેશી દારૂની હેરાફેરી કરતી કારને ઝડપી પાડી
પોલીસે આરોપી સાથે લાખોની મત્તા કબ્જે કરી
સચીન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ઈનોવા કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરનારને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.
સુરત પોલીસ કમિશનર દ્વારા તહેવારો સમયે દારૂ તથા જુગારની ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા અપાયેલી સુચનાને લઈ સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ, નાયબ પોલીસ કમિશનર ઝોન છ, મદદનીશ પોલીસ કમિશનર આઈ ડીવીઝનના નેજા હેઠળ સચીન પી.આઈ. વી.એન. વાઘેલા તથાપી.એસ.આઈ। એન.ડી. ડામોરની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે એ.એસ.આઈ. ઈન્દ્રજીતસિંહ વનાર અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ દશરથ રજ્યાને મળેલી બાતમીના આધારે ઈનોવા કારમાં દારૂનો જથ્થો લઈ જનાર જીગર વિજય વાસફોડીયાને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેની કારમાંથી વિદેશી દારૂનો 9 લાખ 65 હજારથી વધુનો જથ્થો તથા કાર અને મોબાઈલ સહિત પોલીસે 24 લાખ 70 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
