સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે કડોદરામાં ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો
પલસાણા : સુરત ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) પોલીસે કડોદરા વિસ્તારમાં આવેલા મારુતિનંદન પ્રોસેસર પ્રાઈવેટ લિમિટેડ મિલ સામેથી એક ઝૂંપડીમાંથી રૂ. 8,870 ની કિંમતનો 887 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. આ પ્રવૃત્તિમાં રાજ રમાશંકર યાદવ નામના ઈસમની ધરપકડ કરવામાં આવી છે.
એસ.ઓ.જી. શાખાને ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલ આરોપી રાજ રમાશંકર યાદવ (ઉંમર આશરે 30 વર્ષ) હાલ દસ્તાનગામ, પલસાણા, સુરત ખાતે શિવશક્તિ એપાર્ટમેન્ટના બીજા માળે, ફ્લેટ નંબર-૨૧૦માં ભાડેથી રહે છે. તે મૂળ પ્રયાગરાજ (યુ.પી.) ના સીરશાબજારનો રહેવાસી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી રાજ છેલ્લા બે-ત્રણ મહિનાથી ગાંજાનો જથ્થો ખરીદીને છૂટક વેચાણ કરતો હતો. આ ગાંજાનો જથ્થો તેને 2 જુલાઈ, 2025 ના રોજ ભગવાન નામના ઈસમે આપ્યો હતો. ભગવાન, જે જોળવા, પલસાણા, સુરતનો રહેવાસી છે. તે આ કેસમાં વોન્ટેડ આરોપી છે. પોલીસે રૂ. 8,870 ના ગાંજાના જથ્થા ઉપરાંત, બ્લુ કલરની જાંબલી ફૂલની ડિઝાઇનવાળી કાપડની થેલી, સફેદ કલરની પ્લાસ્ટિકની કોથળી, એક મોબાઈલ ફોન (કિંમત રૂ. 10,000) અને રોકડા રૂ. 780 સહિત કુલ રૂ. 19,650નો મુદ્દામાલ કબજે કર્યો છે…
