સુરત : નવી સિવિલ હોસ્પિટલ વીડિયો વાયરલ
ડોકટરોએ સમયસર સારવાર ન કરતા સ્વજનના મોતનો પરિવારજનોનો આરોપ
દર્દી ક્રિષ્ના સિરસાઠ ક્રિટિકલ કન્ડિશનમાં આવ્યા હતાં : સીએમઓ ડૉ. ભરત ચાવડા
બીપી ડાઉન થતા તબિયત લથડી હતી જેથી મોત નિપજ્યુ :ડૉ. ભરત ચાવડા
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીને સારવાર ન મળી હોવાના વાયરલ થયેલા વિડીયોને લઈ સીએમઓ દ્વારા નિવેદન અપાયો છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડોકટરોએ સમયસર સારવાર ના કરતા સ્વજનના મોત નો પરિવારજનો નો આરોપ લગાવી વીડીયો વાયરલ કર્યો હતો. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ નવી સિવિલના સીએમઓ ડો. ભરત ચાવડાએ જણાવ્યું કે દર્દી ક્રિષ્ના સિરસાઠ ક્રિટિકલ કન્ડિશનમાં આવ્યા હતાં. કિડનીની બીમારી હતી. નવી સિવિલમાં ડાયાલિસિસ કરવામાં આવતું હતું. દર્દી બુધવારના બદલે ગુરુવારે ડાયાલિસિસ કરવા આવ્યા હતા અને દર્દીનું ડાયાલિસિસ કરી વોર્ડમાં દાખલ કરાયો હતો. ત્યારે દર્દીને વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યું હતું અને બીપી ડાઉન થતા તબિયત લથડી હતી જેથી મોત નિપજ્યુ હતું.
