સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં પોલીસ ઉપર આક્ષેપ થતા રાજકીય ગરમાટો
કોંગ્રેસ પ્રમુખે કલેકટરાલયે પહોંચી પોલીસ પર ગંભીર આરોપ મુક્યા
પોલીસનો ખાનગી કપડામાં ઉમેદવારોના ઘરે જઈ ફોડવાનો પ્રયાસ
સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં રાજકીય ગરમાટો આવ્યો હોય તેમ કોંગ્રેસ પ્રમુખે કલેકટરાલયે પહોંચી પોલીસ પર ગંભીર આરોપ કરી કહ્યુ હતુ કે પોલીસ ખાનગી કપડામાં ઉમેદવારોના ઘરે જઈ ફોડવાનો પ્રયાસ કરી રહી છે.
સુરત મહાનગરપાલિકા ચૂંટણી માં સુરત કોંગ્રેસ દ્વારા ગંભીર આરોપ લગાવ્યો છે. જેમાં સુરત કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા સહિતનાઓએ કલેકટરાલયે પહોંચી રજુઆત કરી હતી કે સુરત પોલીસ ખાનગી કપડામાં ઉમેદવારોના ઘરે પહોંચી રહી છે અને ઉમેદવારોને બીવડાવી ફોડવાની કોશિશ કરી રહી છે. કોંગ્રેસના ઉમેદવારોને પોલીસને હાથો બનાવી ફોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે હોવાના કોંગ્રેસના ગંભીર આરોપથી ખળભળાટ મચી ગયો છે. તો ગત સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં જે રીતે કોંગ્રેસના ઉમેદવારોને તોડવામાં આવ્યા હતા તે પ્રમાણે તોડવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો આરોપ વિપુલ ઉધનાવાલાએ કર્યો હતો.
