સુરત માનવ તસ્કરીના આંતર રાષ્ટ્રીય ષડ્યંત્રો પર્દાફાશ
સાયબર સેલની ટીમે ત્રણ આરોપીઓની ધરપકડ કરી
સુરત સહિત અનેક રાજ્યોના 40 યુવાન મ્યાનમારમાં બંધક
યુવકોને થાઈલેન્ડમાં નોકરીની લાલચ આપી આચર્યું કૌભાંડ
સુરત સાયબર ક્રાઈમની ટીમે મ્યાનમારમાં ગોંધી રાખવાનો પર્દાફાશ કરાયો છે. ઓનલાઈન છેતરપિંડી કાંડમાં જોડાવવાના કૌભાંડમાં આ એક આંતર રાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરાયો હતો.
સુરત સાયબર પોલીસની ટીમે સ્લેવરીના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરાયો છે. ઓનલાઇન છેતરપિંડી કાંડમાં જોતરવાનું કૌભાંડ ઝડપાયું છે. યુવકોને થાઈલેન્ડમાં કોમ્પ્યૂટર વર્કની નોકરીની લાલચ આપી લઈ જવાયા હતાં. અને ત્યાંથી થાઈલેન્ડની જગ્યા મ્યાનમાર મોકલાતા હતાં. હાલ ભારતમાંથી 40 લોકોને મોકલાયા હતા. યુવકોને મ્યાનમારમાં ગોંધી રાખવામાં આવ્યા હોવાનું કહ્યુ હતું. તો સુરત સાયબર સેલની ટીમે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં સુરતના આશિષ અને પંજાબના પ્રીત સહિતનાઓને ઝડપી પાડ્યા છે. સુરત, વડોદરાના 12 યુવકોને થાઈલેન્ડ મોકલ્યા હતા તો પંજાબનો નીપેન્દર ચૌધરી મુખ્ય સૂત્રધાર હોવાનુ સામે આવ્યુ છે. થાઈલેન્ડથી યુવાનોને નદી મારફતે બોર્ડર ક્રોસ કરાવતા હતા અને બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર તથા કબોડીયા દેશમાં લઈ જવામાં આવતા હતાં. હાલ પંજાબથી 2, સુરતથી 1 આરોપી પકડાયો છે જેઓના બે મોબાઇલ નંબરો-વોટ્સએપ ચેટના આધારે ખુલાસો થયો છે.
