સુરત હજીરા એમએનએસ કંપનીમાં કારીગર પર લોખંડનો શેડ પડતા મોત
હજીરા ખાતે કંપનીમાં કામ કરતા કર્મચારીનું શેડ પડવાથી મોત,
પરિવાર તરફથી વળતર માંગણી
સુરતના હજીરા ખાતે આવેલ એએમએનએસ કંપનીમાં કારીગર પર લોખંડનો શેડ પડતા મોત નિપજ્યુ હતું.
સુરત ના હજીરા માં એએમએનએસ કંપની માં કામ કરતા યુવક પર લોખડ નો શેડ પડતા મોત નિપજ્યુ હતું. મંગળવારે રાત્રે 12:00 વાગ્યાના અરસામા ઘટના બની હતી. વાત એમ છે કે એએમએનએસ કંપનીમાં 12 વર્ષથી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા મુળ બિહારનો અને હાલ હજીરા ખાતે રહેતો કમલેશ ઠાકુર પર મંગળવારેરાત્રીના સમયે લોખંડનો સેડ પડ્યો હતો જેને લઈ કમલેશ ઠાકુરનુ મોત નિપજતા પરિવારજનો અને કારીગરો દ્વારા વિરોધ કરાયો હતો. તો મૃતકના શબને પીએમ અર્થેસિવિલમાં ખસેડાયો હોય તેના પરિવારને યોગ્ય વળતર મળે તેવી માંગ કરાઈ હતી.
