સુરત સાયબર ક્રાઈમની ટીમે ઈન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી લાખો પડાવ્યા
8 લાખ 35 હજારથી વધુની ઠગાઈ આચરાઈ
સરબજીત સીંગ સૈની અને અયાઝઉલ્લા કિફાયતઉલ્લા શેખને ઝડપ્યા
સુરત સાયબર ક્રાઈમની ટીમે શેર ટ્રેડીંગ તથા આઈપીઓમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી લાખો પડાવી લેવાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.
સુરત સાયબર ક્રાઈમની ટીમ ઓનલાઈન સાયબર ક્રાઈમ આચરનાર ગુનેગારો સામે લાલ આંખ કરી છે. ત્યારે સુરતના ઈસમને શેર ટ્રેડીંગ તથા આઈપીઓમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી 8 લાખ 35 હજારથી વધુની ઠગાઈ આચરાઈ હોય જેમાં સંડોવાયેલા આરોપીઓ સરબજીત સીંગ કુલદીપસીંગ સૈની અને અયાઝઉલ્લા કિફાયતઉલ્લા શેખને ભરૂચના અંકલેશ્વર ખાતેથી ઝડપી પાડ્યા હતાં. આરોપીઓના એકાઉન્ટમાં ઠગાઈના રૂપિયા આવ્યા હોવાનુ સામે આવ્યુ છે. તો ઝડપાયેલા આરોપીઓમાં સરબજીતસીંગ અંકલેશ્વર ખાતે ટ્રાન્સપોર્ટનો ધંધો ચલાવતો હોવાનુ તથા આરોપી અયાઝઉલ્લા અંકલેશ્વરમાં ઈન્સ્યોરન્સ એજન્ટ હોવાની કબુલાત કરી હતી.
