સુરત ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન કારાવાસ
13 વર્ષથી પેરોલ ફરાર ચકચારી ડુમસ ગેંગરેપના આરોપી
ડુમસ ગેંગરેપના આરોપીને બિહારથી ઝડપી પાડ્યો
સુરત ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન કારાવાસ અંતર્ગત 13 વર્ષથી પેરોલ ફરાર ચકચારી ડુમસ ગેંગરેપના આરોપીને બિહારથી ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસે ઓપરેશન કારાવાસ અંતર્ગત વર્ષ 2011માં સુરતના ડુમસમાં આચરાયેલા ચકચારિત ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા પામેલો અને 13 વર્ષથી પેરોલ રજા લઈ ભાગી છુટેલા આરોપી એવા જીતેન્દ્રકુમાર ઉર્ફે રાજ મધુસુદનસીંગ ભુમિહારને બિહારના શેખપુર જિલ્લાના મિશન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસે સતત 15 દિવસ વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડી સુરત લાવી લાજપોર જેલને તેનો કબ્જો સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
