સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો
યુપીના ચિત્રકુટના કરવી કોતવાલી નગર પોલીસમાં વોન્ટેડ આરોપી
ગગનકુમાર રાધિકાપ્રસાદ તવારીને સચીન જીઆઈડીસીમાંથી ઝડપ્યો
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે યુપીના ચિત્રકુટ જિલ્લાના કરવી કોતવાલી નગર પોલીસ મથકમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર દ્વારા અન્ય રાજ્યોમાં ગુનાઓ આચરી સુરત આવી ગયેલા આરોપીઓને શોધી કાઢવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની વીવીધ ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની જનરલ સ્કોડની ટીમે બાતમીના આધારે ઉત્તર પ્રદેશના ચિત્રકુટ જિલ્લાના કરવી કોતવાલી નગર પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપી એવા ગગનકુમાર રાધિકાપ્રસાદ તવારીને સચીન જીઆઈડીસી બરફ ફેક્ટરી પાસે આવેલ મામા ઈન્ડસ્ટ્રીઝ ખાતેથી ઝડપી પાડી તેનો કબ્જો યુપી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
