સુરત : બીસીએ વિદ્યાર્થી અને રત્નકલાકાર ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

સુરત : બીસીએ વિદ્યાર્થી અને રત્નકલાકાર ઝડપાયા
ક્રાઇમ બ્રાન્ચે હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે બેની ધરપકડ
પોલીસે 8 લાખથી વધુનો મત્તા કબ્જે કરી

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે બે યુવાનોને ઝડપી પાડી તેઓ પાસેથી ગાંજો, મોબાઈલ, મોબાઈલ સહિત લાખઓની મત્તા કબ્જે કરી હતી.

સુરતમાં નશાનો કાળો કારોબાર કરનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે રાંદેર ઉગતગામ જતા કેનાલ રોડ પર ક્રિકેટ કલ્ચર બોક્સ પાસેથી મોપેડ લઈ પસાર થતા મીતુલ ભાવેશ સિદ્ધપુરા અને યશ ધીરજ વાઘેલાની અટકાયત કરી તેઓની ઝડતી લેતા તેઓ પાસેથી 7 લાખ 8 હજારથી વધુની કિંમતનો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ગાંજાનો જથ્થો, બે મોબાઈલ, બે મોપેડ અને પોકેટ સ્કેલ ડીઝીટલ વજન કાંટો મળી 8 લાખ 39 હજારથી વધુની મત્તા કબ્જે કરી બન્ને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *