સુરત : બેકરીઓને કેક માટે ક્રિમ સપ્લાય કરતા રીચ દ્વારા નવી વેરાયટી રજુ કરાઈ
અતુલ બેકરીના ચેરમેન અતુલ વેકરીયાએ વધુ માહિતી આપી
હાલના સમયમાં કેકની વધી રહેલી માંગ વચ્ચે સુરતમાં બેકરીઓને કેક માટે ક્રિમ સપ્લાય કરતા રીચ દ્વારા નવી વેરાયટી રજુ કરાઈ છે જે અંગે અતુલ બેકરીના માલિકે માહિતી આપી હતી.
બેકરી ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી વધારે માંગ ધરાવતી વસ્તુ હોય તે છે કેક. અને તે કેકમાં વપરાતુ ક્રિમ તે હાઈઝેનિક અને અનેક ફ્લેવરમાં મળી રહે તે માટે રિચ દ્વારા કામગીરી કરાઈ છે. ત્યારે હાલમાં કેક માટેના ક્રિમ બનાવતી રિચ કંપની દ્વારા બેરી ટેસ્ટ ક્રીમ બનાવાયુ છે જે હવે સ્વીટની જેમ કેકમાં પણ મળશે ત્યારે આ અંગે અડાજણ ખાતે આવેલ સુમેરા બિઝનેસ કોર્નર ખાતેના કાર્યક્રમમાં અતુલ બેકરીના ચેરમેન અને સાઉથ ગુજરાત બેકરી એસોસીએશનના પ્રેસિડન્ટ અતુલ વેકરીયાએ વધુ માહિતી આપી હતી.
