સુરત વીએનએસજીયુમાં રાજ્ય કક્ષાની U-11 એથ્લેટિક્સ મીટ

Featured Video Play Icon
Spread the love

સુરત વીએનએસજીયુમાં રાજ્ય કક્ષાની U-11 એથ્લેટિક્સ મીટ
માંડવી હરિઓમ વિદ્યા વિહાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ઝળકિયા

શ્રી પ્રફુલ્લતા સેવા કર્મ ટ્રસ્ટ વ્યારા સંચાલિત માંડવી હરિઓમ વિદ્યા વિહાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી રમત-ગમત ક્ષેત્રે ઝળકિયા

માંડવી વીએફ ચૌધરી હાઇસ્કુલમાં પ્રાથમિક વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા આયોજિત વીર નર્મદ સાઉથ યુનિવર્સિટી સુરત ખાતે તારીખ 9 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી ચાર દિવસીય યોજાયેલી રાજ્ય કક્ષાની U-11 એથ્લેટિક્સ મીટમાં હરિઓમ વિદ્યા વિહાર પ્રાથમિક શાળાના કુલ 30 એથ્લીટસ ખેલાડીઓએ ભાગ લીધો હતો, તેમાં ચાર વિદ્યાર્થી Long Jump માં અને એક વિદ્યાર્થી 60 Miter Running માં વિજેતા તથા Qualified થયા છે. આ કુલ પાંચ ખેલાડીઓને શાળાના પ્રમુખ ગજરાબેન ચૌધરી, મંત્રી અમરસિંગચૌધરી તેમજ શાળાના આચાર્ય અને તમામ શિક્ષકગણ તેમજ શાળા પરિવાર વતી ખેલાડીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા
વિજેતાના નામ નીચે મુજબ છે
(1) ધ્યેયકુમાર વિજયભાઈ ચૌધરી 60 Miter Running માં 17 મો Rank મેળવેલ છે.
(2) કેશવકુમાર ચૈનારામ રાજપુરોહિત Long Jump માં 8 મો Rank મેળવેલ છે.
(3) જીયાકુમારી નવિનભાઈ ચોધરી Long Jamp માં 10 મો Rank મેળવેલ છે.
(4) મિહિતકુમાર નિખિલભાઈ ચૌધરી Long Jump માં 11 મો Rank મેળવેલ છે.
(5) પ્રિયાંશીકુમારી યોગેશભાઈ ચોધરી Long Jump માં 14 મો Rank મેળવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *