સુરતમાં અડાજણ ખાતે મિલેટ્સ મેળાનો આરમ્ભ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં અડાજણ ખાતે મિલેટ્સ મેળાનો આરમ્ભ
બે દિવસીય મિલેટ્સ મહોત્સવમાં સુવર્ણતક
બાજરી જેવા મિલેટ્સ પાકો તથા પ્રાકૃતિક ખેતપેદાશોની ખરીદી કરવાની તક

સુરતમાં અડાજણ ખાતે મિલેટ્સ મેળાનો આરમ્ભ થયો છે. બે દિવસીય મિલેટ્સ મહોત્સવમાં સુરતીઓને રાગી, કોદરી, જુવાર, બાજરી જેવા મિલેટ્સ પાકો તથા પ્રાકૃતિક ખેતપેદાશોની ખરીદી કરવાની સુવર્ણતક મળી છે.

આરોગ્યપ્રદ આહાર અને પ્રાચીન ભારતીય ધાન્યના મહત્વને પુનઃ સ્થાપિત કરવાના હેતુથી કૃષિ, ખેડુત કલ્યાણ વિભાગ અને મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે તા.૨૧ અને ૨૨ માર્ચના રોજ અડાજણના જોગણી નગર સ્થિત SMC પાર્ટી પ્લોટ ખાતે ‘મિલેટ્સ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’નો આરંભ થયો છે. જેનું ઉદ્દધાટન આરોગ્ય રાજયમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. બે દિવસીય મિલેટ્સ મહોત્સવમાં સુરતીઓને રાગી, કોદરી, જુવાર, બાજરી જેવા મિલેટ્સ પાકો તથા પ્રાકૃતિક ખેતપેદાશોની ખરીદી કરવાની સુવર્ણતક મળી છે. ૩૫ જેટલા વિવિધ મિલેટ્સના સ્ટોલ્સ તથા ૧૫ જેટલા મિલેટ્સની વાનગીઓના ફૂડ સ્ટોલ્સ ઉભા કરાયા છે. આ સાથે જ સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે,

મિલેટ્સ મહોત્સવમાં જાડું અને બરછટ અનાજના ઉત્પાદનો, પ્રાકૃતિક ખેતી તકનીકો અને પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વેચાણ સહ પ્રદર્શન જોવા મળ્યું હતું. આ મહોત્સવનો ઉદ્દેશ રાજ્ય સરકાર દ્વારા પરંપરાગત અનાજને બદલે મિલેટ્સ એટલે કે જાડા અને બરછટ અનાજને પ્રોત્સાહન આપવાનો છે. મિલેટ્સના ઉપયોગથી લોકોને સ્વાસ્થ્યવર્ધક ખાન-પાન અને ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ વધારવાનો છે. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોની ખેતપેદાશોની સીધી ખરીદી કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *