સોનગઢ NSS અને માનવતા જાગૃત ટ્રસ્ટ દ્વારા “Say No to Plastic” પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ગંગા સમગ્ર તાપી પ્રાંત, માનવતા જાગૃત ટ્રસ્ટ અને સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ એનએસએસ નાં સંયુક્ત ઉપક્રમે તા.18/07/2025 શુક્રવાર નાં રોજ યોજાયેલાપ્લાસ્ટિકને ના કહો નો પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ ખુબજ ઉત્સાહ પૂર્વક સફળ થયો હતો
પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમમાં ગુજરાત સરકાર નાં માન.મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ રાજ્ય કક્ષા, (આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામવિકાસ વિભાગ) સાહેબ શ્રી એ પધારી કાર્યક્રમની ગરીમા વધારી દીધી હતી. સોનગઢ નગર પાલિકા બાંધકામ અધ્યક્ષ આશિષભાઈ શાહ, આરોગ્ય અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ભાવસાર, કોર્પોરેટર શ્રી કિશોરભાઈ ચૌધરી, કોર્પોરેટર શ્રી યોગેશભાઈ મરાઠા, કોર્પોરેટર શ્રી વિજયભાઈ વસાવા, શ્રી નૈતિકભાઈ દુબે, શ્રી શ્યામભાઈ ગામીત, શ્રી જીતેન્દ્રભાઈ ચૌહાણ, NSS કો ઓર્ડીનેટર શ્રી એમ. ડી.બારે સાહેબ સાથે પ્રાધ્યાપક ગણ, મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિજી એ લોકોને માનવજીવન ને નુકશાન કરતાં પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળી રાષ્ટ્રની સેવામાં કાપડની થેલીનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. માનવતા જાગૃત ટ્રસ્ટ ના મુખ્ય ટ્રસ્ટી શ્રી ભરતભાઈ લિંબાચિયા કાર્યક્રમમાં હાજરી આપવા મુંબઈ થી પધારી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો.સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ NSS નાં 50 જેટલાં વિદ્યાર્થીઓએ સૂચક હાજરી આપી હતી. માનવતા જાગૃત ટ્રસ્ટ નાં 50 કાર્યકર્તા ભાઈઓ,બહેનો એ હાજરી આપી હતી.અને ગંગા સમગ્ર તાપી પ્રાંત નાં પ્રતિનિધિઓ તેમજ નગરના કોર્પોરેટર મિત્રો તેમજ નગરના અગ્રણી નાગરિકોએ મોટી સંખ્યામાં હાજર રહી સાથે મળીને સોનગઢ નગરના બજાર પટ્ટામાં રેલી કાઢી માનવતા જાગૃત ટ્રસ્ટ કે જેમના SPECIALLY ABLE PERSONS(SAAHAS) દ્વારા તૈયાર કરાયેલી 1000 કાપડની થેલીઓનું વિતરણ કરાયું હતું. લોકોને પ્લાસ્ટિક ત્યજી વૈકલ્પિક રીતે કાપડની થેલીનો ઉપયોગ કરવો જોઈએ. જેથી માનવજીવન ને નુકશાનકર્તા દુશ્મન પ્લાસ્ટીકનો નાશ કરી શકાય. કાર્યક્રમ એકંદરે ખુબજ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળ બનાવવામાં ટ્રાફિકની વ્યવસ્થા જાળવી પોલીસ વિભાગે પણ ખડે પગે સેવા આપી હતી એમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો
