સુરતના ચોક બજાર પોલીસ મથકની હદમાં જમાઈની હત્યા
સસરાએ નહેરૂનગર ઝુપડપટ્ટીમાં સગા જમાઈની હત્યા કરી
પોલીસે હત્યારા સસરા નાજીમઉલ્લાને ઝડપી પાડ્યો
સુરતના ચોક બજાર પોલીસ મથકની હદમાં ભરીમાતા રોડ નહેરૂનગર ઝુપડપટ્ટીમાં સગા જમાઈની હત્યા કરનાર હત્યારા સસરાને ગણતરીના કલાકોમાં જ ચોક બજાર પોલીસે ઝડપી પાડ્યો હતો.
સુરતમાં રોજેરોજ હત્યાની ઘટનાઓ બનીર હી છે. ત્યારે સુરતના ચોક બજાર પોલીસ મથક વિસ્તારમાં આવેલા ભરીમાતા રોડ નહેરુનગર ઝુપડપટ્ટીમા રહેતા મુસ્લિમ યુવાનની તેના જ સગા સસરાએ ઘાત્કી હત્યા કરી નાંખી હતી. મુળ ઉત્તર પ્રદેશનો રહેવાસી સલમાનની તેના સગા સસરા નાજીમ ઉલ્લા ચપ્પુના ઘા મારી ઘાત્કી હત્યા કરી હતી. તો બનાવને લઈ તાત્કાલિક ચોક બજાર પોલીસે સ્થળે દોડી જઈ ગુનો નોંધી લાશને પીએમ અર્થે ખસેડી હતી. તો બીજી તરફ ચોક બજાર પોલીસે ત્વરિત કામગીરી હાથ ધરી હત્યારા સસરા નાજીમઉલ્લાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
