માંડવીમાં છ વિકાસ કામોનો ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાયું

Featured Video Play Icon
Spread the love

 

માંડવીમાં છ વિકાસ કામોનો ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાયું
લોકાર્પણ મંત્રી કુવરજી હળપતિના હસ્તે કરાયું
ખાતમુહૂર્તમાં સરપંચો, આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

માંડવી તાલુકાના વિવિધ ગામોમાં રૂપિયા 17.68 લાખના ખર્ચે કુલ છ વિકાસ કામોનો ખાતમુરત તથા લોકાર્પણ મંત્રી શ્રી કુવરજીભાઈ હળપતિ ના હસ્તે કરાયું.

માંડવી તાલુકાના વિવિધ ગામોમાં ₹17.68 લાખના ખર્ચે કુલ 6 વિકાસકામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ હસ્તે થયું. જેમાં તરસાડા ખુર્દ ગામે દુધ ડેરી માર્ગ માટે ₹2.50 લાખના સી.સી. રસ્તા, વચલા ફળિયામાં ₹2.50 લાખના પેવર બ્લોક, ₹1.47 લાખના અન્ય પેવર બ્લોક, ₹2.21 લાખના ગટરલાઇન, ₹4 લાખના કોમ્યુનિટી હોલના રિનોવેશન અને ₹5 લાખના કોમ્યુનિટી હોલ શેડનો સમાવેશ થાય છે. આ તમામ કામો ગામોના માળખાગત વિકાસને વેગ આપશે અને સ્થાનિક નાગરિકોને વધુ સારા સુવિધાઓ મળશે. સરકારનું ધ્યેય છે કે ગામોનું સર્વાંગી વિકાસ થાય અને વિકાસકામોની ગતિ અટકે નહીં. આ પ્રસંગે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો અને ખાતમુહૂર્ત સમારંભમાં સ્થાનિક સરપંચો, આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તા.પંચાયત પ્રમુખ દિલીપભાઈ ચૌધરી, માંડવી એપીએમસીના ચેરમેન લલ્લુભાઇ ચૌધરી, સરપંચ એસો.ના પ્રમુખ કમલેશભાઇ ચૌધરી, અગ્રણી સર્વશ્રી અનિલ ચૌધરી, દિનેશ પટેલ, સરપંચ મનીષાબેન, વિવિધ ગામના સરપંચો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *