અમદાવાદ : 15 ઓગસ્ટની સંધ્યાએ સિંદૂર સ્વાભિમાન યાત્રા

Featured Video Play Icon
Spread the love

અમદાવાદ : 15 ઓગસ્ટની સંધ્યાએ સિંદૂર સ્વાભિમાન યાત્રા
યાત્રામાં ભાજપના મુખ્ય, સાંસદ મોટી સંખ્યામાં લોકોએ હાજર રહ્યા
૨૫૦૦ થી વધુ મોટર વાહનો સાથે સિંદૂર સ્વાભિમાન યાત્રા કાઢવામાં આવી

૧૫ ઓગસ્ટની સંધ્યાએ અમદાવાદ શહેરમાંથી સિંદૂર સ્વાભિમાન યાત્રા કાઢવામાં આવી હતી.

અમદાવાદ શહેરના સિંધુ ભવન માર્ગથી ૨૫૦૦ થી વધુ મોટર વાહનો સાથે સિંદૂર સ્વાભિમાન યાત્રા કાઢવામાં આવી હતી. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં બહાદુર સૈનિકોએ આ પગલું ભર્યું હતું. આપણો દુશ્મન દેશ તેને ભૂલી શકશે નહીં. પહેલગામમાં શહીદ થયેલા દેશવાસીઓને શ્રદ્ધાંજલિ આપવા અને માતૃભૂમિની રક્ષામાં તૈનાત બહાદુર સૈનિકોના મહિમા અને સુરક્ષિત સરહદ અને સુરક્ષિત રાષ્ટ્રના અટલ સંકલ્પને લોકો સુધી પહોંચાડવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અજેય ભારતીય સેના પ્રત્યે અનંત આદર જાગૃત કરીને લોકોમાં દેશભક્તિની જ્યોત પ્રજ્વલિત કરવા માટે આ ઐતિહાસિક યાત્રા કાઢવામાં આવી છે. આ યાત્રા માત્ર એક ઘટના નથી, પરંતુ રાષ્ટ્રની સેવા કરવાનો એક દુર્લભ અવસર છે. આ યાત્રા આવનારી પેઢીઓ માટે સ્વાભિમાની, સંયુક્ત અને અખંડ ભારતનું પ્રતીક બનશે. ભાજપના શહેરના મુખ્ય પ્રેરક શાહ અને સાંસદ રાજ્યસભા મંત્રી નરહરિ અમીન અને મોટી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમમાં ભાગલીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *