રાયમ-પણદામાં ભવ્ય રીતે ઉજવાઈ શ્રી ચૂડી માતાની સાલગીરી,

Featured Video Play Icon
Spread the love

રાયમ-પણદામાં ભવ્ય રીતે ઉજવાઈ શ્રી ચૂડી માતાની સાલગીરી,
સાલગીરીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સહપરિવાર ઉમટી પડ્યા
ઉપસ્થિત સૌ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો

કડોદ-બારડોલી રોડ પર આવેલા રાયમ-પણદા ગામમાં ગત ગુરુવાર, ના રોજ માં ભગવતી રાજ રાજેશ્વરી શ્રી ચૂડી માતાની સાલગીરી નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સહપરિવાર ઉમટી પડ્યા હતા અને ધાર્મિક ઉત્સાહ સાથે માતાજીના દર્શન અને પૂજનનો લાભ લીધો હતો.

કાર્યક્રમનો પ્રારંભ સવારે ૯:૧૫ કલાકે પૂજનવિધિ સાથે થયો હતો, જેમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ પૂજન કાર્યક્રમ સાંજે ૫:૧૫ કલાકે પૂર્ણ થયો હતો. દિવસભર ભક્તિમય માહોલ છવાયેલો રહ્યો હતો, અને ભક્તોએ માતાજીના જયઘોષ સાથે વાતાવરણને ગુંજવી દીધું હતું. પૂજા-પૂર્ણાહુતિ બાદ સાંજે ૬:૧૫ કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત સૌ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે આયોજકો દ્વારા સૌને રૂબરૂ મળ્યા હોય તેવું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, જેને પગલે ભાવિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રાયમ-પણદા ખાતે યોજાયેલ આ સાલગીરી મહોત્સવમાં સ્થાનિક ભક્તો ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભક્તિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *