સુરતમાં શાહ પલ્બિસિટીના શાહ દંપત્તિના કારસ્તાનનો ભંડાફોડ
શાહ દંપતીએ ફિલ્મ સ્ટાર્સનો ઉપયોગ કરી રોકાણકારોને ફસાવ્યા
જાનકી બોડીવાલા-પૂજા જોશી પાસે જાહેરાત કરાવી
1.33 કરોડનું ફુલેકું ફેરવી નાખ્યું
સુરતમાં શાહ ઈન્વેસ્ટમેન્ટના દંપતિ સામે કરોડોની ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. સિંગણપોર કોઝવે રોડ અને પાલમાં શાહ ઈન્વેસ્ટમેન્ટ નામે શેર ટ્રેડિંગની ઓફિસ કરી કરોડોનુ ફુલેકુ ફેરવ્યુ હોવાનુ સામે આવ્યુ છે. તો આ ટોળકી સ્ટાર પાસે પલ્બિસિટી કરાવતુ હોવાનુ પણ સામે આવ્યુ છે.
સુરતમાં શાહ પલ્બિસિટીના શાહ દંપત્તિના કારસ્તાનનો ભંડાફોડ થયો છે. સિંગણપોર-કોઝ વે રોડ ઉપર સિલ્વર સ્ટોન આર્કેડમાં શાહ ઈન્વેસ્ટમેન્ટના નામે શેર ટ્રેડિંગની ઓફિસ ખોલી કરોડોનું ફૂલેકું ફેરવ્યું છે. ગુજરાતી કલાકારો જાનકી બોડીવાલા, મિત્રા ગઢવી, પૂજા જોશી, સોશિયલ મીડિયા સ્ટાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈના નામે વીડિયો બનાવી પબ્લિલિટી કરી અનેક રોકાણકારોને નવડાવ્યા છે. શાહ દંપતી હાર્દિક અને તેની પત્ની પૂજા વિરુદ્ધ અત્યાર સુધીમાં બે કેસ નોંધાઈ ચૂક્યા છે. સુરતમાં 30 લાખની છેતરપિંડી બાદ ભાવનગરના બે વેપારીના 1.33 કરોડ સલવાતા સીઆઈડી ક્રાઈમમાં ઠગાઇનો ગુનો દાખલ થયો છે. હાલ શાહ દંપતી જેલમાં બંધ છે. રોકાણ પર 100 દિવસમાં 12થી 15 ટકાના વળતરની લાલચ આપવામાં આવી હતી. બધુ મળીને આ યુવકે 11 લાખ રૂપિયા રોક્યા હતાં. શાહ દંપત્તિ સામે બે દિવસમાં જ સીઆઈડી ક્રાઈમમાં બીજો ગુનો દાખલ થયો છે. યુગલે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જુદા-જુદા સોશિયલ ઈન્ફ્લુએન્સર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ, ગુજરાતી કલાકારો જાનકી બોડીવાલા, મિત્રા ગઢવી વિગેરેના વીડિયો બનાવી તે વીડિયોથી શાહ ઈન્વેસ્ટમેન્ટના રોકાણની સ્કીમની જાહેરાતો કરી હતી.
