દિલ્હી બ્લાસ્ટ બાદ રાજકોટમાં ક્રિકેટ ટીમોની સુરક્ષામાં વધારો.
ઇન્ડિયા A – સાઉથ આફ્રિકા A ટીમ વચ્ચે વન ડે શ્રેણી.
રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે વન ડે મેચ
દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટની ઘટના બાદ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થાને કડક બનાવી દેવામાં આવી છે. તેના ભાગરૂપે, રાજકોટમાં ક્રિકેટ મેચ રમવા માટે આવેલી ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમોની સુરક્ષામાં તાત્કાલિક વધારો કરી દેવાયો છે
ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ત્રણ વન-ડે મેચ રમાવાની છે, જેના કારણે બંને ટીમના ક્રિકેટરો શહેરની એક વૈભવી હોટેલમાં રોકાયા છે. દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ પોલીસે કોઈ જોખમ ન લેતા, ક્રિકેટરો જ્યાં રોકાયા છે તે હોટેલને જાણે સુરક્ષાના કિલ્લામાં ફેરવી દીધી છે. પોલીસ તંત્ર સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે અને હોટેલની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.હોટેલના બંને ગેટ પર મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.પોલીસ દ્વારા હોટેલ પરિસરમાં પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.હોટેલને દસ દિવસના સમયગાળા માટે માત્ર ક્રિકેટરો અને મેનેજમેન્ટ માટે જ રિઝર્વ રાખવામાં આવી છે
દિલ્હી બૉમ્બ બ્લાસ્ટ બાદ સુરક્ષાના કારણોસર, ક્રિકેટર અને હોટેલ સ્ટાફ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જેથી ખેલાડીઓની સુરક્ષામાં કોઈ ક્ષતિ ન રહે. દિલ્હીની ઘટનાને ધ્યાનમાં રાખીને, રાજકોટ પોલીસે ખેલાડીઓ અને અન્ય મહત્વના સ્થળોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપ્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
