સુરતના ગોડાદરા વિસ્તારમાં વિજ્ઞાન અને કળા પ્રદર્શન

Featured Video Play Icon
Spread the love

સુરતના ગોડાદરા વિસ્તારમાં વિજ્ઞાન અને કળા પ્રદર્શન
1 માર્ચને રવિવારનાં રોજ વિજ્ઞાન અને કળા પ્રદર્શનનું આયોજન

સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલ રાધેશ્યામ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા તારીખ 1.માર્ચને રવિવારનાં રોજ વિજ્ઞાન અને કળા પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, આ આયોજનમાં ગોડાદરા પોલીસ સ્ટેશનના PSI જે.આર તિવારી અને રાધેશ્યામ ઇંગ્લિશ સ્કૂલના ટ્રસ્ટી આલોક પટેલ અને સાગર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા

સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા રાધેશ્યામ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા તારીખ 1 માર્ચને રવિવારનાં રોજ વિજ્ઞાન અને કળા પ્રદર્શનીનું આયોજનમા 800 થી પણ વધુ વિદ્યાર્થિયોએ ભાગ લીધો હતો અને 2000 કરતા વધારે વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા, આ વિજ્ઞાન અને કળા પ્રદર્શમાં વિદ્યાર્થીઓએ ફાયર અલાર્મ, રોડ સેફટી અલાર્મ, ગુરુત્વાકર્ષણ બળ તેમજ વિજ્ઞાન પ્રમાણે અનેક પ્રકારના જુદા જુદા એક્સ્પેરીમેન્ટ કરી બધા વાલિયોને આશ્ચર્યચકિત કરી દીધા હતા, વધુમાં વિદ્યાર્થીઓ દ્વારા સૌરમંડળની અદ્ભુત કળા-કૃતિયો તેમજ આર્ટ ગેલેરી, સોલાર સિસ્ટમ, નાના બાળકો દ્વારા અલગ અલગ ફ્રૂટમાંથી બનાવેલી વસ્તુઓ તેમજ સ્કૂલમાં પ્રવેશ કરતાને સાથે જે ભક્તિમય દ્રષ્યો જોઇને બધા વાલિયોએ અભિનંદન પાઠવ્યા હતા અને એની સાથે લોકોને મનોરંજન માટે લોક જાગૃતિના દ્રશયો તેમજ કૈલાશ પર્વત તેમજ આયોધમાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું તેની થીમશ પર મંદિરની થીમ્સ બનાવામાં આવી હતી. આ કળા જોયને સ્કૂલ પર આવનારા વાલિયો ખુબ જ આનંદિત થયા હતા,

આ ભવ્ય આયોજન જોય ન વાલિયોએ તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાલય પરિવારને ખૂબ-ખૂભ અભિનંદન પાઠવ્યા હતા અને બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય વિદ્યાલયમાં જોવાથી બધાજ વાલિયોએ આનંદની અનુભૂતિ કરી હતી આ ભવ્ય વિજ્ઞાન પ્રદર્શમાં ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારના PSI જે આર તિવારી તેમજ વિદ્યાલયનાં ટ્રસ્ટીશ્રી આલોક પટેલ સર સાગર પટેલ સર દ્વારા બાળકોની કળા-કૃતિ અને એમની મેહનતને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને છોકરાઓનાં ઉજ્જવળ ભવિષ્ય માટે એવા પ્રોગ્રામની જરૂરીયાત મહસૂસ કરી અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે સદૈવ રહેવા માટે નું આશ્વાસન પાઠવ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *