સુરત કડોદરા વિસ્તારમાં હલધરું ગામમાં વિજ્ઞાન અને કળા પ્રદર્શન

Featured Video Play Icon
Spread the love

સુરત કડોદરા વિસ્તારમાં હલધરું ગામમાં વિજ્ઞાન અને કળા પ્રદર્શન
રવિવારનાં રોજ વિજ્ઞાન અને કળા પ્રદર્શનનું ભવ્ય આયોજન
શિવ સાગર સ્કૂલના ટ્રસ્ટી સાગર પટેલ પણ ઉપસ્થિત રહ્યા

સુરત કડોદરા વિસ્તારમાં હલધરું ગામમાં આવેલ શિવ સાગર સ્કૂલ દ્વારા તારીખ 22 ફેબ્રુઆરીને રવિવારનાં રોજ વિજ્ઞાન અને કળા પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં અમરોલી લંકા વિજય મંદિરના મહંત શ્રી 1008 સીતારામ દાસ બાપુ અને રાધા કૃષ્ણ વિદ્યાલય ટ્રસ્ટી આલોક પટેલ સર તેમજ શિવ સાગર સ્કૂલના ટ્રસ્ટી સાગર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા

સુરતના કડોદરા વિસ્તારમાં હલધરું ગામમાં આવેલ શિવ સાગર સ્કૂલ દ્વારા તારીખ 22 ફેબ્રુઆરીને રવિવારનાં રોજ AI ટેક્નોલોજીને ધ્યાનમાં રાખીને વિજ્ઞાન અને કળા પ્રદર્શનીનું આયોજનમા 800 થી પણ વધુ વિદ્યાર્થિયોએ ભાગ લીધો હતો, આ વિજ્ઞાન અને કળા પ્રદર્શમાં વિદ્યાર્થીઓએ ફાયર અલાર્મ, રોડ સેફટી અલાર્મ, ગુરુત્વાકર્ષણ બળ તેમજ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ અને વિજ્ઞાન પ્રમાણે અનેક પ્રકારના જુદા જુદા એક્સ્પેરીમેન્ટ કરી બધા વાલિયોને આશ્ચર્યચકિત કરી દીધા હતા વધુમાં વિદ્યાર્થીઓ દ્વારા સૌરમંડળની અદ્ભુત કળા-કૃતિયો તેમજ આર્ટ ગેલેરી, સોલાર સિસ્ટમ. નાના બાળકો દ્વારા અલગ અલગ ફ્રૂટમાંથી બનાવેલી વસ્તુવો તેમજ સ્કૂલમાં પ્રવેશ કર્તાને સાથે જે ભક્તિમય દ્રષ્યો જોઇને બધા વાલિયોએ અભિનંદન પાઠવ્યા હતા અને એની સાથે લોકોને મનોરંજન માટે લોક જાગૃતિના દ્રશિયો તેમજ કૈલાશ પર્વત તેમજ આયોધમાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું તેની થીમશ પર મંદિરની થીમ્સ બનાવામાં આવી હતી, આ કળા જોયને સ્કૂલ પર આવનારા વાલિયો ખુબ જ આનંદિત થયા હતા.

આ ભવ્ય આયોજન જોયને વાલિયોએ તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાલય પરિવારને ખૂબ-ખૂભ અભિનંદન પાઠવ્યા હતા અને બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય વિદ્યાલયમાં જોવાથી બધાજ વાલિયોએ આનંદની અનુભૂતિ કરી હતી સ્કૂલ ના ટ્રસ્ટી શ્રી સાગર પટેલ દ્વારા બાળકોની કળા-કૃતિ અને એમની મેહનતને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને છોકરાઓનાં ઉજ્જવળ ભવિષ્ય માટે એવા પ્રોગ્રામની જરૂરીયાત મહસૂસ કરી અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે સદૈવ રહેવા માટે નું આશ્વાસન પાઠવ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *