સુરતના વેલંજા ખાતે સરાજાહેર આતંક
ઉત્રાણ પોલીસે આરોપીઓને કાયદાનુ ભાન કરાવ્યુ
અસભ્ય વર્તન કરતા હોવાના સીસીટીવી વાયરલ
સુરતના વેલંજા ખાતે સરાજાહેર આતંક મચાવનારાઓને પકડી ઉત્રાણ પોલીસે તેઓને કાયદાનુ ભાન કરાવ્યુ હતું.
સુરતના વેલંજા વિસ્તારમાં માથાકૂટ કરનાર અસામાજિક તત્વોની પોલીસે ધરપડ કરી હતી. આરોપીઓ મિત્રનો જન્મદિવસ માનવતા હતા ત્યારે વોચમેન દ્વારા ટોકવામાં આવતા આરોપીઓએ માથાકૂટ કરી હતી. ગુનેગારો દ્વારા અસભ્ય વર્તન કરતા હોવાના સીસીટીવી વાયરલ થયા હતા હતા જેને લઈ ઉત્રાણ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ હતી અને ઉત્રાણ પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
