સુરતમાં સલામત સવારી એસ.ટી. અમારીના બેજવાબદાર ચાલક

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સલામત સવારી એસ.ટી. અમારીના બેજવાબદાર ચાલક
બસ ચાલકે રોંગ સાઈડમાં બેફામ એસટી બસ હંકારી
એસટી વિભાગીય નિયામક દ્વારા તપાસના આદેસ

સુરતમાં સલામત સવારી એસ.ટી. અમારીના બેજવાબદાર ચાલકનો વિડીયો વાયરલ થયો છે. જેમાં બસ ચાલક રોંગ સાઈડમાં બેફામ એસટી બસ હંકારી રહ્યો છે. તો આ મામલે એસટી વિભાગીય નિયામક દ્વારા તપાસના આદેસ અપાયા છે.

સુરતમાં એસટીની અસલામત સવારી સામે સવાલો ઉભા થયા છે. સુરતના રિંગરોડ બ્રિજ પર રોંગ સાઈડમાં બેફામ એસટી બસનો ચાલક એસટી બસ દોડાવી રહ્યોહોવાનો વીડિયો સામે આવ્યો છે. એસટી બસનો ચાલક 50 થી 60 ની સ્પીડે રોંગ સાઈડે બસને દોડાવીને જઈ રહ્યો હતો જેનો વિડીયો એક જાગૃત્ત નાગરિકે મોબાઈલમાં ઉતારીવાયરલ કર્યો છે. જેને લઈ સલામત સવારી, એસટી અમારી સૂત્ર પર સવાલો ઉઠ્યા છે. તો બીજી તરફ આ મામલે એસટી વિભાગીય નિયામક પી વી ગુર્જરે કહ્યું હતુ કે વીડિયોસામે આવતા તપાસ શરૂ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *