સુરતની સચીન પોલીસે રોલીંગ પેપરનુ વેચાણ ઝડપ્યું
સુડા સેક્ટર 3 પાસ મૈત્રી ગુડકી ચાયમાં દરોડા
કિષ્ણા પંચમ ચૌહાણને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો
સુરતની સચીન પોલીસે રોલીંગ પેપરનુ વેચાણ કરનારને ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાંથી નશા કારક વસ્તુઓનુ સેવન કરવા વપરાતા રોલીંગ પેપર વેચાણ કરનારાઓને પકડી પાડવા આપેલ સુચનાને લઈ સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટ 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6, મદદનીશ પોલીસ કમિશનર આઈ ડીવીઝનની સુચનાને લઈ પીઆઈ પીએન વાઘેલાની ટીમ પીએસઆઈ એનડી ડામોરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો રાહુલસિંહ અને અપોકો દશરથને મળેલી બાતમીના આધારે સચીન સાંઈનાથ સુડા સેક્ટર 3 પાસ મૈત્રી ગુડકી ચાયમાં દરોડા પાડી ત્યાંથી રોલીંગ પેપર સાથે દુકાનદાર કિષ્ણા પંચમ ચૌહાણને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
