સચીન જીઆઈડીસી પોલીસ મથકમાં છ વર્ષથી નાસતા ફરતા આરોપી
મહારાષ્ટ્રના ઠાણે મુંબ્રા ખાતેથી એલસીબી ઝોન 2ની ટીમે ઝડપી પાડ્યો
ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી સલમાન ઉર્ફે ઈરફાન શેખને ઝડપ્યો
સચીન જીઆઈડીસી પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં છ વર્ષથી નાસતા ફરતા આરોપીને મહારાષ્ટ્રના ઠાણે મુંબ્રા ખાતેથી એલસીબી ઝોન 2ની ટીમે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમારની સુપર વિઝનમાં પીએસઆઈ પીઆર સંગાડાની ટીમના અહેકો દિપકસિંહ અને ભગવાનભાઈ તથા અનંતભાઈ અને પરસોત્તમભાઈને મળેલી બાતમીના આધારે સચીન જીઆઈડીસી પોલીસ મથકમાં છ વર્ષ અગાઉ 64 હજાર રૂપિયાની ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી સલમાન ઉર્ફે ઈરફાન શેખને મહારાષ્ટ્રના ઠાણે જીલ્લાના મુંબ્રા ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો સચીન જીઆઈડીસી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
