સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ હોવાની અફવા
બોમ્બ હોવાની અફવા ફેલાવનારને સ્ટાફે પકડી પાડ્યો
યુવાને એરપોર્ટ સ્ટાફને કહ્યું કે મારી પાસે બોમ્બ છે
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ હોવાની અફવા ફેલાવનારને સ્ટાફે પકડી પાડ્યો હતો. જો કે તેની પાસેથી કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી.
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બની અફવાથી અફરાતફરી મચી હતી. મળતા અહેવાલ પ્રમાણે એક યુવાને એરપોર્ટ સ્ટાફને કહ્યું કે મારી પાસે બોમ્બ છે. આ સાંભળીને એરપોર્ટ સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો. તુંરત સુરક્ષા દળોએ તેને કોર્ડન કરી લીધો હતો અને ત્યાર બાદ તેની તપાસ આદરી હતી. જોકે તપાસ દરમિયાન યુવાન પાસે કોઈપણ પ્રકારની વાંધાજનક વસ્તુ ન મળી હતી. જોકે સમગ્ર મામલે ડુમસ પોલીસે યુવાનની અટકાયત કરી છે.
