સુરતમાં સ્વતંત્રતા દિવસ પર રોલો પાડવો યુવાનોને ભારે પડ્યુ
રૂફ ટોપ કારમાં શો બાજી કરનારાઓનો વિડીયો વાયરલ થયા બાદ કાર્યવાહી
પોલીસે તપાસ શરૂ કરી આરોપીને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું
પોલીસે ગાડી પર લગાવેલ બ્લેક ફિલ્મ કાઢી દંડ પણ ફટકાર્યો
સ્વાતંત્ર પર્વના દિવસે યુનિવર્સિટી રોડ પર રૂફ ટોપ કારમાં શો બાજી કરનારાઓનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે ગુનો નોંધી આરપીઓને પકડી તેઓને કાયદાનુ ભાન કરાવ્યુ હતું.
સ્વતંત્રતા દિવસ પર રોલો પાડવો યુવાનોને ભારે પડ્યુ છે. યુનિવર્સીટી રોડ પર રુફ ટોપ કારમાં શો બાજી કરાઈ હતી જેમાં કારો ના કાફલા સાથે રોડ શો કરવામાં આવ્યો હતો. આ વિડિઓ વાઇરલ થતા પોલીસ એકશનમાં આી ગઈ હતી અને વાયરલ વીડિયોને આધારે પોલીસે તપાસ શરૂ કરી આરોપીને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું. સાથે પોલીસે 2 સ્કોર્પિયો કાર ઝડપી પાડી જ્યારે બીએમડબલ્યું અને અન્ય કાર ની શોધખોળ હાથધરી છે. તો પોલીસે ગાડી પરલગાવેલ બ્લેક ફિલ્મ કાઢી દંડ પણ ફટકાર્યો હતો.
